શુક્રવારે નમાજ માટે હું, સૈયદ કાકા, હાસમી સર અને એતેસામ સર ગયા હતા. નમાજ પતાવીને અમે હાસમી સરને ગેટ નંબર ચાર પરથી ઉપાડ્યા અને વાતચીતનો દોર શરૂ થયો.હાસમી સર તો વાતોડિયા સ્વભાવ માટે ખૂબ પ્રચલિત છે. એમણે જ વાતની શરૂઆત કરી. એમણે કહ્યું, "દિલ્હીના ટ્રાફિકના નિયમો સૌથી ઝડપી અને તાર્કિક છે. સુરતમાં બહુ ઢીલ આપવામાં આવે છે."વાત કરતા કરતા એ અચાનક શાંત થઈ ગયા. સૈયદ કાકાએ પૂછ્યું, "શું થયું? શું તમારા ઘરે પણ... તમારો નંબર પણ જણાવો."હાસમી સરે નિસાસો નાખીને કહ્યું, "હવે તો હું મારી રીતે ગાડી ધીમે ધીમે ચલાવું છું. પણ મારી દીકરી સવારે 8:20 વાગે ટિફિન લઈને ટ્યુશન માટે નીકળી